Get The App

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ 1 - image

છ મહિલા સહિત ૧૧ સામે પાળીયાદ પોલીસમાં ગુનો નોંધાયો

અમારા દીકરાને કેમ આશરો આપો છો તેમ કહી પાડોશીએ હુમલો કર્યો

ભાવનગર - બોટાદ તાલુકાના સરવા ગામે અમારા દીકરાને કેમ આશરો આપો છો તેમ કહી પડોશી પાસ હુમલો કરતા પડોશીઓએ વળતો પ્રહાર કર્યો હતો.આમ બન્ને પડોશી વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી.

બોટાદ તાલુકાના સરવા ગામે રહેતા મિત્તલબેન રૃપાભાઈ પરમાર ધરે હતા ત્યારે મીણાબેન બધાભાઇ પરમાર અને બધાભાઈ છનાભાઈ પરમાર મણીબેન સાથે ઝગડો કરતા હોય જેથી રૃપાભાઈએ બધાઇ ને અલગ પાડયા હતા.દરમિયાનમાં મિત્તલબેન અને તેના પિતા રૃપાભાઈ તેના ધરે સમજાવવા ગયા તેવામાં ટીનાબેન વિનુભાઈ પરમાર તથા મીણાબેન અને બધાભાઈએ ધકકા મારી બહાર કાઢયા હતા.

મીણાબેન બધાભાઇ પરમાર, બધા છનાભાઇ ૫૨મા૨,ટીનાબેન વિનુભાઇ પરમાર,વિનુભાઇ બધાભાઇ પરમાર,હર્ષદ ઉકાભાઇ પરમાર,સુરેશ માવજીભાઇ વાઘેલા,ભરત દાનાભાઈ વાઘેલાએ ઉશ્કેરાઈ મિત્તલબેનના વાળ પકડી ઢસડી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.જ્યારે સામા પક્ષે સરવા ગામે રહેતા મણીબેન બાધાભાઈ પરમાર કરીયાણાની દુકાને બેઠા હતા ત્યારે દુકાનની બાજુમાં રહેતા ગીતાબેન ઉર્ફે રમીલાબેન રૃપાભાઈ નાથાભાઈ પરમાર સવારથી ગા ળો બોલી રહ્યા હતા. એટલે મણીબેનએ ગીતાબેનને કહેલ કે તુ કેમ મને ગાળો બોલે છે. તેમ કહેતા ગીતાબેને કહેલ કે તમે મારા દિકરા સુમીતને કેમ તમારા ઘરે આશરો આપો છો તેમ કહેલ જેથી મણીબેનએ કહેલ કે અમોએ માણસાઈની દ્રષ્ટીએ ખવડાવીને આશરો આપેલ છે જેથી તે વધારે ઉશ્કેરાઇ જઇને મણીબેનને દુકાનમાથી બહાર કાઢી ગીતાબેન ઉર્ફે રસીલાબેન રૃપાભાઈ, મનીષાબેન રૃપાભાઇ, રેણુકાબેન તથા મીતલબેનએ બચકા ભરી ઢીંકા પાટુંનો માર મારી ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે બને પાસે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.