Gujarat

VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી તૈયારી

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના શહેરા તાલુકાના અણીયાદ ગામે થનારા બાળ લગ્ન ચાઈલ્ડ હેલ્પલાઈન પંચમહાલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંયુક્ત ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. બાળ લગ્ન અધિનિયમના કાયદા અંગે માતા-પિતાને માહિતી આપી નિવેદન અને બાંહેધરી લેવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી તૈયારી

Panchmahal News : પંચમહાલના શહેરા તાલુકાના અણીયાદ ગામે થનારા બાળ લગ્ન ચાઈલ્ડ હેલ્પલાઈન પંચમહાલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંયુક્ત ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. બાળ લગ્ન અધિનિયમના કાયદા અંગે માતા-પિતાને માહિતી આપી નિવેદન અને બાંહેધરી લેવામાં આવી હતી. 


પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા

પંચમહાલના શહેરા તાલુકાના અણીયાદ ગામમાં એક બાળકના લગ્ન યોજાઈ રહ્યા છે અને લગ્નની જાન જવાની તૈયારી હોવાની માહિતી ચાઈલ્ડ હેલ્પલાઈન પંચમહાલને મળી હતી. માહિતીના આધારે ચાઈલ્ડ હેલ્પલાઇન પંચમહાલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર બાળકના ઘરે મંડપ બાંધેલો હોવાનું અને સગાસંબંધીઓ હાજર હોવાનું માલુમ પડ્યું હતું.

ત્યારબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા એકમની ટીમે બાળકનું કાઉન્સિલિંગ કરી સંબંધિત આધાર પુરાવાની તપાસ કરતા બાળકની ઉંમર 16 વર્ષ 11 મહિનાની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકના માતા-પિતા અને કુટુંબના સભ્યોને નાની ઉંમરે લગ્ન કરવાથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો લાગુ પડતો હોવાની સમજ આપી હતી અને સમજાવટ બાદ બાળકના માતા-પિતા દ્વારા લગ્ન ન કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્યો ઈમેઈલ

અંતે બાળકના માતા-પિતાનું નિવેદન અને બાંહેધરી લઈ બાળ લગ્ન થતાં અટકાવવામાં આવ્યા હતા. આમ ફરી એકવાર ચાઈલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા એકમની સંયુક્ત ટીમ દ્વારા બાળ લગ્ન સફળતાપૂર્વક રોકવામાં આવ્યા હતા.