Get The App

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત 1 - image

સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માત

પરનાળા ગામનો પરિવાર શ્રીમંતનો પ્રસંગ પતાવી રાજકોટ પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો ઃ પિતાની હાલત ગંભીર

સાયલાસાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામના બોર્ડ પાસે આઇશર પાછળ બાઇક ઘુસી જતાં બાર વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બાઇક પર સવાર અન્ય વ્યક્તિને ઇજા પહોંચી હતી. બનાવ અંગે સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડીના પરનાળા ગામનો મીઠાપરા પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બુધવારે સવારે બાઈક પર રાજકોટ પરત જઈ રહ્યો હતો. દરમિયાન વખતપરના પાટિયા પાસે આગળ જઈ રહેલા આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘુસી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ૧૨ વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં બાઇક સવાર દિનેશભાઈ દીપાભાઇ મીઠાપરા, માયાબેન દિનેશભાઈ અને જયદીપ કરમશીભાઈ કાલીયા એમ કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં દિનશભાઇને ગંભીર ઇજાઓ જણાઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મીઠાપરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.