Get The App

જામનગરમાં વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ 1 - image

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહાનગરોનાં મેયર, ચેરમેનને રૂબરૂ બોલાવીને તમારા શહેર વિસ્તારોમાં કયા કયા વિકાસ કામ અને નવા પ્રોજેક્ટ માટે આશરે કેટલા નાણાની જરૂર પડશે તે અંગેની વિગતો માંગી હતી.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ચાલુ થયેલા કામોમાં ઝડપ રખાવો, જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી થી આગળ જીઆઈડીસી વિસ્તાર માં રૂા.105 કરોડનાં ખર્ચે પ્રાદેશિક કન્વેશન્સ સેન્ટર બનાવવાનું બજેટમાં જાહેર કરાયું છે. અને તેનો ડીપીઆર ફાઇનલ તબકકામાં છે ત્યારે ટાઉનહોલ જેવા આ સેન્ટરમાં 2184 લોકો આરામદાયક સીટમાં બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્રણ સ્તરમાં આ મુખ્ય સંમેલન કેન્દ્રને વહેંચવામાં આવશે.

મ્યુ. કમિશનર ડી.એન.મોદી, સીટી ઈજનેર ભાવેશ જાની અને પ્રોજેક્ટ પ્લાનીંગના રાજીવ જાની અને મનોજ રાઠોડ આ મુખ્ય સંમેલન કેન્દ્ર ઝડપ થી બને તે માટે તૈયારી કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર બેક સ્ટેજની નજીક 50 વીઆઈપી જગ્યા, ભોંયરામાં 305, અને 50 સામાન્ય ફોર વ્હીલર સ્લોટ અને ગ્રાઉન્ડ ફલોર પર 430 ટુ વ્હીલર સહિતની વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ ભીડ થાય તો તેના માટે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના બિંદુઓ પણ નક્કી કરાયા છે. પ્રદર્શન હોલ, બીઝનેશ ટોક એરીયા આશરે ૯૦૨ ચો.મી. માં ફેલાયેલો રહેશે. તેમજ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર વિશાળ વેઇટીંગ લોન્જ ઉપલબ્ધ છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક સ્તરે ટોયલેટ બ્લોક ની વ્યસ્થા કરવામાં આવી છે. સમર્પિત વીઆઈપી લોન્જ પુરૂષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ ગ્રીન રૂમ અને ઓડીયો વીડીયો રેકોડીંગ રૂમ કરવામાં • આવશે. ઉપરાંત આ પરિસરમાં સૌર છત ની સ્થાપના, રેઇન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, મહેમાનો માટે અલગ વ્યવસ્થા, તેમજ વિશાળ ફ્રુડ કોટ બનાવાશે. આ ઉપરાંત આ પરિસરમાં 15 મી. અને 75 મી. બન્ને રસ્તાઓ પર થી બેવડા પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પણ કરવામાં આવશે. જયારે

મુખ્ય કન્વેશન્સ સેન્ટર અને પ્રદર્શન બીઝનેશ ટોક હોલ માટે એચવીએસવી સુવિધાઓ, ધ્વનિયુકત હોલ, વ્યાપાક અગ્નિશામક પ્રણાલીઓ, તેમજ નાટકો, નૃત્ય પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યવસાયિક વાર્તાલાપ જેવા કાર્યક્રમો સમાવવા માટે બહુમુખી ડીઝાઈન કરવામાં આવશે તેટલુ જ નહિ અદ્યતન પણ રાખવામાં આવશે.

આમ ધનવંતરી હોલ, ટાઉનહોલ, બાદ સૌથી મોટામાં મોટો ટાઉનહોલા જામનગર માં બની રહ્યો છે જો કે આ કામમાં વધુ ઝડપ લાવી પડશે.