છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Triple Accident In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પુનીયાવાંટ ગામ પાસે આજે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી કાર, ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, મુજબ, પુનીયાવાંટ ગામના મુખ્ય માર્ગ પર કાર, ઈકો કાર અને એક બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માત અંગે છોટા ઉદેપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવતીના દેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.









