Get The App

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો 1 - image

Vadodara Police : યુપીની એક સગીરાને લઈ ભાગી છૂટેલા યુવકને શોધતા છાણી પોલીસને નાકે દમ આવી ગયો હતો. આખરે પોલીસે આરોપીને શોધી કાઢી યુપી પોલીસને જાણ કરી હતી. 

છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ ઉપર યુપીના મહારાજ ગંજ જિલ્લાના ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈનો ફોન આવ્યો હતો અને તેમણે યુપીથી સગીર કન્યાને લઈ ભાગી છૂટેલા ઇમામુદ્દીન ઝાલમઅલીનું લોકેશન છાણી વિસ્તારમાં દેખાઈ રહ્યું હોવાથી મદદ માગી હતી.

યુપી પોલીસે યુવકના ફોટોગ્રાફ તેમજ અન્ય માહિતી મોકલતા છાણી પોલીસે જુદી-જુદી ટીમો બનાવી બહારથી આવેલા હોય તેવા લોકોની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુપીથી આવતા કેટલાક યુવકો ખાનગી કંપનીઓમાં નોકરી કરતા હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. જેથી જુદી-જુદી કંપનીઓમાં પોલીસે યુવકના ફોટોગ્રાફ્સને આધારે તપાસ કરાવી હતી. 

આખરે જીએસએફસી પાસેના એક વેરહાઉસમાં પોલીસને આ યુવક મળી આવતા તેની અટકાયત કરી વિડીયો કોલથી યુપી પોલીસ સાથે વાતચીત કરી યુવકને બતાવ્યો હતો. આરોપીને યુપી પોલીસે પણ ઓળખી કાઢ્યો હતો અને તેને લેવા માટે આવવા પોલીસની એક ટીમ વડોદરા આવવા રવાના થઈ છે.