Get The App

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા

ઓનલાઇન લાઇવ સટ્ટો બુક કરતા હતા

મોબાઇલમાં આઇડીમાં લોગ ઇન કરીને સ્ટેડિયમમાં મેચ દરમિયાન સટ્ટો રમતા હતાઃ ચાંદખેડા પોલીસની કાર્યવાહી

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના મોટેરામાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં આફ્રિકા અને  અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન લાઇવ સટ્ટો રમતા પાંચ બુકીઓને ચાંદખેડા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી. બુકી અન્ય લોકો પાસેથી સટ્ટાની સાઇટના લોગઇન પાસવર્ડ ખરીદીને સટ્ટો રમતા હતા. હાલ ચાલી રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની મેચ પૈકી મોટેરા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં લાઇવ સટ્ટો રમવા માટે બુકીઓ પ્રેક્ષક બનીને આવે છે. જેથી પોલીસે તેમને ઝડપી લેવા માટે ખાસ ટીમ બનાવીને ચાલુ મેચ દરમિયાન વોચ ગોઠવી હતી.

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા 2 - imageજેમાં પાંચ બુકીઓને ઝડપી લીધા હતા.  ઝડપાયેલા બુકીઓમાં રાહુલ બુલાણી (રહે. રાધાનિકેતન ગલી, ઉલ્લાસનગર,થાણે, મહારાષ્ટ્ર) , સત્કાર શાહ (રહે.શ્રીરંગ ઓએસીસ, ગીફ્ટ સીટી રોડ, રાંદેસણ), નિતીન પટેલ (રહે. ન્યુયોર્ક ટાવર, થલતેજ),  વિશ્વદીપ ડે (રહે. રામદેવ રેસીડેન્સી, કરમસદ) અને સંદીપ શર્મા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, ઓક્સિજન પાર્ક, બાપુનગર)નો સમાવેશ થાય છે.