Gujarat

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઈલ

By GS TEAM
25 Dec 20253 mins read
TukuTouch Logo
દેશમાં આવેલી વિવિધ IIMમાં અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ(CAT)નું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં પ્રથમવાર ગુજરાતના બે વિદ્યાર્થીએ પુરા 100 પર્સેન્ટાઈલ સાથે દેશના ટોપ 12 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ગુજરાતના એક વિદ્યાર્થીને 99.99 અને બે વિદ્યાર્થીને 99.98 પર્સેન્ટાઈલ છે. જ્યારે અમદાવાદના 50થી વઘુ વિદ્યાર્થીને 99થી વઘુ પર્સેન્ટાઈલ છે. આ વર્ષે કેટનું પેપર એકંદરે ખૂબ જ અઘરૂ કહી શકાય તેવુ હતુ પરંતુ છતાં પણ ગુજરાતમાંથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીએ બાજી મારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઈલ
(AI IMAGE)

CAT Exam Toppers Gujarat: દેશમાં આવેલી વિવિધ IIMમાં અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ(CAT)નું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં પ્રથમવાર ગુજરાતના બે વિદ્યાર્થીએ પુરા 100 પર્સેન્ટાઈલ સાથે દેશના ટોપ 12 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ગુજરાતના એક વિદ્યાર્થીને 99.99 અને બે વિદ્યાર્થીને 99.98 પર્સેન્ટાઈલ છે. જ્યારે અમદાવાદના 50થી વઘુ વિદ્યાર્થીને 99થી વઘુ પર્સેન્ટાઈલ છે. આ વર્ષે કેટનું પેપર એકંદરે ખૂબ જ અઘરૂ કહી શકાય તેવુ હતુ પરંતુ છતાં પણ ગુજરાતમાંથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીએ બાજી મારી છે.

2.95 લાખ રજિસ્ટ્રેશન સામે 2.58 લાખ ઉમેદવારો મેદાને

દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આઈઆઈએમ કોઝિકોડ દ્વારા દેશભરના 170 શહેરોના 339 કેન્દ્રોમાં ગત 30 નવેમ્બરે  કેટ પરીક્ષા લેવામા આવી હતી. આ વર્ષે કેટમાં રજિસ્ટર્ડ થનારા વિદ્યાર્થીઓ-ઉમેદવારોની સંખ્યા 10 ટકાથી વઘુ ઘટતા 2.95 લાખથી ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 2.58 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 

કેટ પરિણામ જાહેર: દેશના 12 તેજસ્વી તારલાઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ

કેટ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી 12 વિદ્યાર્થીએ પુરા 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગત વર્ષે 14 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. પુરા 100 પર્સેન્ટાઈલ મેળવનારા 12 વિદ્યાર્થીઓમાં આ વર્ષે પ્રથમવાર ગુજરાતના બે વિદ્યાર્થીઓ છે. જ્યારે સૌથી વઘુ 3 વિદ્યાર્થી દિલ્હીના છે. ગુજરાતમાંથી ગત વર્ષે એક પણ વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા ન હતા.

99.99 પર્સન્ટાઈલની ક્લબ: ગુજરાતનો વધુ એક વિદ્યાર્થી ઝળક્યો

કેટ નોડલ સંસ્થા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 12 વિદ્યાર્થીઓમાં બે યુવતીઓ અને બે યુવકો છે. જ્યારે 99.99 પર્સેન્ટાઈલ મેળવનારા દેશભરમાં 26 વિદ્યાર્થીઓ છે. જેમાં ગુજરાતનો એક વિદ્યાર્થી છે. 26 વિદ્યાર્થીઓમાં 4 યુવતી અને 22 યુવકો છે. સૌથી વઘુ પાંચ વિદ્યાર્થીઓ હરિયાણાના છે. આ ઉપરાંત 99.98 પર્સેન્ટાઈલ મેળવનારા દેશભરમાંથી 26 વિદ્યાર્થીઓ છે. જેમાં પાંચ યુવતીઓ અને 21 યુવકો છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે અને સૌથી વઘુ 7 વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના છે. આ વર્ષે નોધાયેલા કુલ 2.95 લાખ કેટ રજિસ્ટર્ડ સ્ટુડન્ટસમાં 1.10 લાખ યુવતીઓ અને 1.85 લાખ યુવકો છે, જ્યારે ૯ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં છે.

આ પણ વાંચો: અમદાવાદ: એસ.જી. હાઈવે પર ડમ્પરની ભયાનક ટક્કર, કારના ફુરચા ઉડ્યા; પોલીસ કહે છે 'અમને જાણ જ નથી!

50થી વધુ વિદ્યાર્થીઓએ 99+ પર્સન્ટાઈલનો આંક વટાવ્યો

નોંધાયેલા 2.95 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.58 લાખ ઉમેદવારે કેટ આપી હતી અને જેમાં 97 હજાર યુવતીઓ તેમજ 1.61 લાખ યુવકો તેમજ 9 ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે. કુલ 2.58 લાખ ઉમેદવારોમાં જનરલ કેટેગરીમાં 65.32 ટકા, ઈડબલ્યુએસમાં 5.59 ટકા, ઓબીસીમાં 18.52 ટકા, એસસીમાં 8.35 ટકા અને એસટી કેટેગરીમાં 2.22 ટકા તેમજ પીડબલ્યુ કેટેગરીમાં 0.47 ટકા ઉમેદવારો છે. અમદાવાદમાંથી આ વર્ષે 50થી વઘુ વિદ્યાર્થીએ 99થી વઘુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે જ્યારે અમદાવાદની વિદ્યાર્થિની પ્રશંસા શાહે 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને જે ફીમેલ ટોપર છે. જ્યારે પીડબલ્યુ કેટેગરીના વિદ્યાર્થીને 99.28 પર્સેન્ટાઈલ આવ્યા છે.

કેટના ટોપર્સમાં ઈજનેરી સિવાયના વિદ્યાર્થીઓ વઘ્યા 

કેટના પરિણામ મુજબ આ વર્ષે ટોપર્સ એટલે કે 99.98,99.99 અને 100 પર્સેન્ટાઈલ મેળવનારા ટોપર્સ વિદ્યાર્થીઓમાં ઈજનેરી સિવાયના વિદ્યાર્થીઓ વધારે છે. નોન એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થી કેટના ટોપર્સમાં વધારે છે ત્યારે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા ઘટ્યા છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારામાં 3 એન્જિનિયરિંગના 9 નોન એન્જિનિયરિંગ તેમજ 99.99 પર્સેન્ટાઈલ મેળવનારામાં 12 એન્જિનિયરિંગના અને 14 નોન એન્જિનિયરિંગ તથા 99.98 પર્સેન્ટાઈલ મેળવનારામાં 8 એન્જિનિયરિંગના 18 નોન એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ છે.