Gujarat
વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી
By GS TEAM
23 Apr 20261 min read
વડોદરાના અટલાદરા રોડ પર વેપારીના મકાનમાંથી મોડી રાત્રે તસ્કરોએ હાથફેરો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના અટલાદરા રોડ પર વેપારીના મકાનમાંથી મોડી રાત્રે તસ્કરોએ હાથફેરો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના આટલાદરા રોડ પર ભક્તિ કોમ્પલેક્ષમાં રહેતા હિતેશકુમાર અમુલ દાસ મહેશ્વરી કરિયાણાની દુકાન ચલાવે છે. ગત 7મી તારીખે રાત્રે 10:00 વાગે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા અને વકરાના રૂપિયા 90,000 ઘરે લાકડાના કબાટમાં મૂકીને તેવો સુઈ ગયા હતા. મોડી રાત્રે ત્રણ વાગે તેઓ જાગ્યા ત્યારે જોયું તો કબાટ ખુલ્લું હતું જેથી તપાસ કરતા રોકડા 90,000 મળી આવ્યા ન હતા. રાત્રિના સમયે ત્રાટકેલી ચોર ટોળકીની દરવાજાનું નકુચા તોડી ઘરમાં ઘૂસી હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે તેમણે પાટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.