Gujarat

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે

By GS Team
19 Aug 20251 min read
This article was originally published on 19 Aug 2025
TukuTouch Logo
વડોદરામાં અકોટા બ્રિજ પાસેથી પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 1.35 લાખ તેમજ અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે

Vadodara Theft Case : વડોદરામાં અકોટા બ્રિજ પાસેથી પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 1.35 લાખ તેમજ અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી છે.

અકોટા બ્રિજ નીચે સ્કૂટર લઈ પસાર થતા ગુનેગાર અંકિત રમણભાઈ પાટણવાડીયા (રહે-ભાથુજીનગર સયાજીગંજ મૂળ સેગવા, શિનોર) ને ડીસીપી ઝોન-1 ના સ્કવોડે ઝડપી પાડી તેની પાસેની બેગ તપાસતા અંદરથી ચોરી કરવા માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા હતા.

આ ઉપરાંત તેની પાસેથી રોકડા રૂ.1.35 લાખ, એક કેમેરો અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન અકોટા, ગોત્રી, કારેલીબાગ અને બોરસદ વિસ્તારમાં ચોરી કર્યાની વિગતો ખુલી હતી. બંધ દુકાનોને ટાર્ગેટ કરતા  અંકિત સામે અગાઉ 32 ગુના નોંધાયા હતા. તેમજ ત્રણ વખત પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ વારંવાર ગુના આચારતો

 હોવાથી અકોટા પોલીસે તેની વધુ પૂછપરછ જારી રાખી છે.