Get The App

હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ

બારબોરનું વેપન સર્વિસ કરી ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ 1 - image

 વડોદરા,હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ ગત ૧૬ મી જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યે બાર બોરનું વેપન સર્વિસ કરી એક રાઉન્ડ બ્લેન્ક હવામાં ફાયર કરતો દેખાતો હતો.જે અંગે પોલીસે તપાસ કરતા ફાયરિંગ કરનાર નિલેશ તુકારામ ઉત્તેકર (રહે. રામદેવનગર, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર) હોવાની ઓળખ થઇ હતી. પોલીસે તેને પકડી લાવી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. નિલેશ ઉત્તેકર નિવૃત્ત આર્મીમેન છે. નિવૃત્તિ પછી તે હાલમાં બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.