Gujarat

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે

By GS Team
17 Oct 20251 min read
This article was originally published on 17 Oct 2025
ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં એક વૃધ્ધનો કેરટેકર ચોરીની બુટ્ટીઓ સાથે પકડાયો અને કબૂલાત કરી ત્યારે વૃધ્ધને તેને ત્યાં ચોરી થયાની જાણ થઇ હતી.

વીઆઇપી રોડ પર પદ્માવતી નગરમાં રહેતા ઉષાબેન ભાવસારે પોલીસને કહ્યું છે કે,મારા પતિને ચાર વર્ષથી લકવાની અસર હોવાથી પલક કેર ટેકરના સંતોષ કુલકર્ણીનો સંપર્ક કરી સુનિલ સિમોન ખ્રિસ્તી(વાસી વઘાસી ગામ,આણંદ)ને ગઇ તા.૯મીએ મોકલ્યો હતો.પરંતુ તે પાંચ જ દિવસ બાદ કહ્યા વગર ચાલ્યો ગયો હતો.જેથી અમે સંતોષ ભાઇને જાણ પણ કરી હતી.

દરમિયાનમાં ગોરવા પોલીસે સોનાની  બુટ્ટી સાથે સુનિલને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે કેરટેકર તરીકે કામ કરતો હતો તે ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે ઉષાબેનને ફોન કરીને જાણ કરતાં તેમને પોતાના ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.આ અંગે હરણી પોલીસે ઉષાબેનની ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે.