Gujarat

માંડલ નજીકના પેટ્રોલ પંપ પર કાર અચાનક આગ લાગી

By GS TEAM
4 Mar 20261 min read
માંડલ નજીકના પેટ્રોલ પંપ પર કાર અચાનક આગ લાગી

ચાલક સમયસર નીચે ઉતરી જતાં કોઇ જાનહાનિ નહીં

પેટ્રોલ પંપ કર્મીઓ ગાડીને ધક્કો મારીને પંપથી દુર રોડ ઉપર ખસેડી દેતા મોટી દુર્ઘટના ટળી

માંડલમાંડલથ વરમોર ગામના એક ચાલક પોતાની આઇ-૨૦ કાર લઈને માંડલ ખાતે કામ પતાવી પરત ફરી રહ્યા હતા. વિરમગામ રોડ પર આવેલા શિવ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ઉભા હતા તે દરમિયાન કારના પાછળના નીચેના ભાગે આગ લાગી હોવાનું પંપના કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું.

કર્મચારીઓએ ત્વરિત ચાલકને નીચે ઉતારી, સમયસૂચકતા વાપરી સળગતી કારને ધક્કો મારી પંપથી દૂર રોડ પર ખસેડી દીધી હતી. રોડની સાઈડમાં કાર ખસેડાયા બાદ આગ વધુ ભભૂકી હતી અને જોતજોતામાં અડધા કલાકમાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ૧૧૨ સરકારી વાહન અને સ્થાનિક પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર થોડીવાર માટે અટકાવી દીધો હતો. પંપ સ્ટાફ અને હાજર લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.