Get The App

વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ 1 - image

Vadodara : વડોદરા શહેરમાં ચારે બાજુએ મોટાભાગના રોડ રસ્તા કોઈપણ કારણોસર પાલિકા તંત્રએ ખોદી નાખ્યા છે. ત્યારે નિઝામપુરા વિસ્તારમાં ખોદાયેલા આવા ખાડામાં ખાબકેલી કારને ભારે નુકસાન થયું હતું. 

ઉલ્લેખનીય છે કે નિઝામપુરા વિસ્તારમાં ખોદાયેલા ખાડા પાસેથી પસાર થતો કારચાલક આવા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિકજામ થતા સ્થાનિકો સહિત આમ જનતા તંત્ર સામે રોષે ભરાઈ હતી. દિવસે પસાર થતા વાહનચાલકોની આવી દશા થાય છે તો રાત્રે અંધારામાં વાહનચાલકોની શું દશા થાય એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.