Gujarat

વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરાના રેસકોસૅ વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બનતા બે વ્યક્તિનો બચાવ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ

Vadodara Accident : વડોદરાના રેસકોસૅ વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બનતા બે વ્યક્તિનો બચાવ થયો હતો.

શહેરમાં અકસ્માતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જેને કારણે લોકોનો પણ રોષ ફાટી નીકળતો જોવા મળે છે. ગઈ મોડી સાંજે નવી કલેકટર કચેરી પાસે આવો જ એક અકસ્માતનો બનાવ બનતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

એક કાર ચાલકે બાઈક સવાર પ્રકાશ નીનામાને અડફેટમાં રહેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ કાર ચાલકે બેલેન્સ ગુમાવતા ફૂટપાથ પર ઉભેલી ચા ની લારીમાં કાર ભટકાઈ હતી અને લારીને ઘણું નુકસાન થયું હતું. સારા નસીબે બાઈક સવાર તેમજ લારી ધારકનો બચાવ થયો હતો.