Get The App

સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો 1 - image

વડોદરાઃ શહેરના સમતા વિસ્તારમાં આજે  બપોરે બેફામ કાર  હંકારી ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સમતા વિસ્તારમાં રત્નમાલા કોમ્પ્લેક્સના સ્ટોર પાસે કેટલાક વાહનો પાર્ક કરાયા હતા.આ વખતે એક કાર પૂરઝડપે વાહનોમાં ઘૂસી ગઇ હતી.જેને કારણે પાંચ ટુવ્હીલરોને નુકસાન થયું હતું.

બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી નમન પ્રતીકભાઇ દારાદ(નોકરી-રહે. ધ રેસિડેન્સી, સેવાસી રોડ,રેડ પેટર્ન લોન્સસામે)ની ધરપકડ કરી હતી.