Gujarat

સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે

By GS TEAM
20 Dec 20251 min read
સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે

- દારૂ મંગાવવા અને મોકલવામાં 3 શખ્સના નામ ખુલ્યા

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ,કાર, મોબાઈલ મળી રૂ. 9.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફનાં ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,સફેદ કલરની રીનોલ્ટ કંપનીની ટ્રાઇબર કાર આગળ-પાછળ નંબર-જીજે-૩૪-એચ ૫૪૮૫માં નીચેના ભાગે ચોર ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સીદસર ગામથી ભાવનગર શહેરમાં પ્રવેશવાના છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે વોચમાં ગોઠવી સામેથી આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા ચોર ખાનામાંથી વિદેશી દારૂની ૯૧૨ બોટલ રૂ.૨,૫૦,૮૦૦ નો મળી આવતા પોલીસે કિશનભાઇ હારૂભાઇ રાઠવા ( રહે.બાલવાળી ફળીયું.,ઓઢી તા.જી.છોટા ઉદેપુર હાલ-ભેરુસિંહ બગલના મકાનમાં ભાડેથી, ટેલન્ટ પબ્લીક સ્કુલ સામે,  બોરખડ, તા.જી. અલીરાજપુર રાજય-મધ્ય પ્રદેશ ) ને વિદેશી દારૂ કાર,મોબાઈલ મળી રૂ.૯,૫૫,૮૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.જ્યારે અન્ય પંકજ યાદવ ,અશ્વિન બારૈયા જેન્તીભાઇ ઉર્ફે જેનુ ગોહિલ શખ્સના નામ ખુલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચારેય શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.