Car And Bike Accident In Rapar : કચ્છમાં રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જેમાં પૂરઝડપે આવતી કાર સાથે બાઈકની ભયાનક ટક્કર વાગી હતી. અકસ્માત પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાપરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત
મળતી માહિતી મુજબ, રાપરના એકતાનગરના રહેવાસી પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન બાઈક પર સંબંધીને મળવા આડેસર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે બાઈકચાલક દંપતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માત અંગે જાણ થતાં રાપર પોલીસ ત્યાં પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કારચાલકને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


