Gujarat

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

By GS TEAM
30 Oct 20251 min read
ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125  વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કેમ્પસ પ્લેસમેન્ટના માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષની શરુઆતના ત્રણ જ મહિનામાં ફેકલ્ટીમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ૧૨૫ વિદ્યાર્થીઓને નોકરી ઓફર કરવામાં આવી છે.

ફેકલ્ટીમાં પ્લેસમેન્ટ સેલની કામગીરી સંભાળતા પ્રોફેસર જયેન્દ્ર શાહનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ પ્લેસમેન્ટમાં ૧૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.અત્યાર સુધીમાં ૩૧ કંપનીઓએ વિદ્યાર્થીઓને સરેરાશ ૫.૫ લાખ રુપિયાના પગાર પેકેજની ઓફર કરી છે.જેમાં ઓછામાં ઓછુ પેકેજ ૩ લાખ રુપિયા છે જ્યારે કોમ્પ્યુટર સાયન્સના એક વિદ્યાર્થીને ૧૩.૪ લાખ રુપિયાનું પગાર પેકેજ  ઓફર કરવામાં આવ્યું છે.

કેમ્પસ ઈન્ટરવ્યૂ આખુ વર્ષ ચાલતી પ્રક્રિયા છે અને તે જોતા એવું લાગે છે કે, શૈક્ષણિક વર્ષ પુરુ થશે ત્યાં સુધીમાં ફેકલ્ટીમાં બીઈનો અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ જશે.અત્યાર સુધીમાં ૨૧ ટકા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયું છે.

કયા વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓને નોકરી ઓફર થઈ 

વિભાગ વિદ્યાર્થીઓ સૌથી વધુ પેકેજ

કોમ્પ્યુટર સાયન્સ ૩૫ ૧૩.૪ લાખ

મિકેનિકલ ૩૪ ૧૦ લાખ

સિવિલ ૨૨ ૮.૭ લાખ

ઈલેક્ટ્રિકલ ૧૮ ૭.૫ લાખ

આર્કિટેકચર ૮ લાખ

મેટલર્જી ૬ લાખ

કેમિકલ ૬ લાખ

ટેક્સટાઈલ કેમેસ્ટ્રી ૫.૫ લાખ