Get The App

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા

દાણીલીમડા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની નવી લાઈન નાંખવા ૧૨ કરોડ ખર્ચાશે

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
એડમિનિસ્ટ્રેટર દ્વારા  પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી  આપી દેવાયા 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,27 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક એડમિનિસ્ટ્રેટર મુકેશકુમારની અધ્યક્ષતામા મળી હતી.આ બેઠકમાં પાણી,બ્રિજ મેઈન્ટેનન્સ અને સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરીના રુપિયા ૧૫ કરોડથી વધુના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવ્યા છે. દાણીલીમડા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની નવી લાઈન નાંખવા રુપિયા ૧૨.૩૮ કરોડનો ખર્ચ કરાશે.

સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારમા આવેલા રીવરબ્રિજ,રેલવે ઓવરબ્રિજ, ફલાયઓવરબ્રિજ તેમજ અંડરપાસ તથા ફુટ ઓવરબ્રિજના રુટીન મેઈન્ટેનન્સ અને તાકીદમાં રીપેરીંગ કરવાની સ્થિતિમાં વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટથી બે વર્ષ માટે રુપિયા ૩.૧૩ કરોડના ખર્ચથી કામગીરી કરાવવા સિંગલ બીડર સ્વસ્તિક કન્સ્ટ્રકશનના અંદાજથી વધુ ૨૬ ટકા ભાવના ટેન્ડરને મંજુરી અપાઈ હતી.દાણીલીમડા વોર્ડમાં પાણીમા પોલ્યુશન આવતુ હોય તેવા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની નવી લાઈન નાંખવા સિંગલ ટેન્ડરરકેપીટલ કન્સ્ટ્રકશનના ટેન્ડરને મંજુરી આપવામા આવી છે.બોડકદેવ વોર્ડમાં નવી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન નેટવર્ક નાંખવા રુપિયા ૧.૮૯ કરોડના કોન્ટ્રાકટર સંગમ એન્જિનિયર્સના ટેન્ડરને મંજુરી આપવામા આવી હતી.