Gujarat

જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ

By GS TEAM
5 Nov 20253 mins read
TukuTouch Logo
જામનગરમાં એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે, આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરીને બ્લેકમેલ કરતો હતો. તેમજ આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ
પ્રતિકાત્મક તસવીર

Jamnagar News : જામનગરમાં એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે, આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરીને બ્લેકમેલ કરતો હતો. તેમજ આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

ઉદ્યોગપતિએ યુવતી પર દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી મુજબ, જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર વિસ્તારમાં ઓઇલ મીલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના અગ્રણી ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ સ્ટેસનમાં એક યુવતીએ પોતાના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાના અને અંગત વીડિયો ઉતારીને બ્લેકમેલ કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ અંબર સિનેમા રોડ પર આવેલી ઓફિસમાં યુવતીને બ્લેકમેલ કરીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી દ્વારા યુવતી પર શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાથી અંતે કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લોન બાબતે વાતચીત કરીને યુવતીને વિશ્વાસમાં લીધી

ફરિયાદમાં મુજબ, આરોપી વિશાલને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે ભોગ બનનાર મહિલા આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપી વિશાલ મોદીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરીને પ્રોપર્ટી જોવા માટે બોલાવી હતી.

આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ યુવતીને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ મહિલાનું શરીર ધ્રૂજવા લાગ્યું અને તે બેભાન થઈ ગઈ હતી. આરોપીએ યુવતીની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ ગુજારીને વીડિયો ઉતાર્યો

આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટના કેદ કરીને વીડિયો ઉતાર્યો હતો. આ પછી ફોટા અને વીડિયોના આધારે આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદમાં પૂર્વ ગુજસીટોકના આરોપી અને પૂર્વ પોલીસ કર્મીનો ઉલ્લેખ

ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને શહેરમાં પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા એક પૂર્વ પોલીસ કર્મચારી સહિતના નામોનો ઉલ્લેખ કરાયો છે અને તેઓ વિશાલ મોદીના મિત્ર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, આરોપી વિશાલ મોદી ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીટોકના ગુનામાં જેલમાં પણ રહી ચૂક્યો છે. આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી ન હતી અને આરોપી વિશાલ મોદી તેને બ્લેક-મેઈલિંગ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરી રહ્યો હતો. 

આ પણ વાંચો: જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ

આરોપી યુવતી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળીને યુવતીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.