Get The App

જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ 1 - image


Junagadh News : જૂનાગઢના મેંદરડા પાસે એક યુવક સાથે જાતિગત ભેદભાવ રાખીને અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિય સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, ત્યારે મેંદરડા પોલીસે ઘટના મામલે 6 આરોપી વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડામાં યુવકને જાતિગત અપશબ્દ બોલી માર માર્યો, વીડિયો વાઈરલ

મળતી માહિતી મુજબ, ગત 3 નવેમ્બર, 2025ના રોજ મેંદરડાના સાત વડલાનો રહેવાસી યુવક તેના મિત્રો સાથે કારમાં માલણકા ગામેથી મેંદરડા તરફ ઝઈ રહ્યા હતા. આ દરમિયાન કસ્બા હોટલ પાસે યુવકની કાર કોઈ કારણોસર સામે આવી રહેલા બાઈક સાથે અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો. જેને લઈને બાઈક ચાલક સહિતના 6 જેટલાં લોકો એકઠા થઈ ગયા હતા અને પીડિત યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી જાતિવાદી અપશબ્દો બોલીને માર માર્યો હતો. આરોપીએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. 

આ પણ વાંચો: જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા

સમગ્ર ઘટના મામલે પીડિત યુવકે મેંદરડા પોલીસ સ્ટેશનમાં 6 આરોપી સામે એટ્રોસિટી એક્ટ, BNS સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આરોપીમાં મેંદરડાના ચંપુ દરબાર અને સંદીપ કરપડા, માલણકાનો વનરાજ કરપડા, કરશનગઢ ગામના બે અને અન્ય અજાણ્યા શખસનો સમાવેશ થાય છે. કેસની વધુ તપાસ વિસાવદરના મદદનીશ પોલીસ અધિક્ષક  દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :