Get The App

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી 1 - image

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને લિંક ઉપર ક્લિક કરતા વોટ્સએપ ગુ્રપમાં જોડાયા ઃ સાયબર ક્રાઈમમાં ફરિયાદ

ગાંધીનગર :  હાલમાં સાયબર ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે કુડાસણ વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને ૧૩,૭૯,૦૦૦ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ એક પછી એક વ્યક્તિઓને સાયબર ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં રહેતા અને માણસા ખાતે સબમર્સીબલ પંપની ફેક્ટરી ધરાવતા શૈલેષભાઈ જયંતીલાલ મોદીને પણ સાયબર ગઠિયાઓનો ભેટો થઈ ગયો હતો. ગત ૧૬ જુનના રોજ તેઓ ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે યુ.ટી.આઇ એસેસ મેનેજમેન્ટ કંપનીના નામે એક જાહેરખબર જોવા મળી હતી. આ એડમાં આપેલ લિંક પર ક્લિક કરતા જ તેઓ વોટ્સએપ ગુ્રપમાં જોડાઈ ગયા હતા. ઠગ ટોળકીએ વોટ્સએપ ગુ્રપમાં શેરબજારમાં થયેલા મોટા નફાના સ્ક્રીનશોટ મૂકી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં આઈડી-પાસવર્ડ બનાવડાવ્યા હતા. શરૃઆતમાં વેપારીને વિશ્વાસમાં લેવા માટે તેઓને ૧,૦૦૦નો નફો પરત પણ આપ્યો હતો. વેપારીને વધુ નફાની લાલચ આપી અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં કુલ ૧૩,૭૯,૦૦૦ જમા કરાવડાવ્યા હતા. વેપારીએ જ્યારે આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે થઈ શક્યો નહોતો. જેથી છેતરાયા હોવાનો અહેસાસ થતા વેપારીએ સાયબર હેલ્પલાઈન પર જાણ કરી હતી. આખરે આ અંગે ગાંધીનગર રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.