Gujarat
શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ
By GS TEAM
8 May 20261 min read

વડોદરાઃ શહેરમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જેમાં આજે વધુ બે સ્થળે આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ગઇકાલે બપોરે કમાટીબાગના ઝૂ પાસે ઝાડીઓમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની બે ટીમોએ બે કલાક સુધી કામગીરી કરી હતી. ત્યારબાદ આજે બપોરે નવલખી કમ્પાઉન્ડ ખાતે ઝાડીઓમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે એક કલાકે આગ કાબૂમાં લીધી હતી.
આ ઉપરાંત કોયલી ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં પણ આજે આગનો બનાવ બન્યો હતો,જેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધી મોટાભાગની આગ કાબૂમાં લઇ લેવાઇ હતી.જેથી ફાયર બ્રિગેડે કુલિંગની કામગીરી કરી વધુ નુકસાન અટકાવ્યું હતું.









