Gujarat

વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ

By GS TEAM
14 May 20261 min read
વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ

 વડોદરાઃ શહેરમાં ગરમી દરમિયાન ઝાડીઝાંખરા અને કચરામાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે.જે દરમિયાન આજે વધુ ચાર  બનાવ બન્યા હતા.

એમ એસ યુનિ.ની એક્સપરિમેન્ટલ સ્કૂલ સામે નમતી બપોરે ઘાસ અને કચરામાં આગ લાગી હતી.આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને ચારેબાજુ ધુમાડા છવાતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.

આવી જ રીતે જામ્બુવા હાઇવે પર બ્રિજ પાસે,ગોત્રી ઇસ્કોન હાઇટ્સની સામે ખુલ્લામાં તેમજ વારસિયા સિંધુસાગર તળાવ પાસે પૂંજાપો નાંખવા માટે મુકાયેલા કળશમાં પણ આગ લાગી હતી.જેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.