બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર બે કલાકમાં 40 મીટર ગર્ડરનું લોન્ચિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં વડસર રોડ ઓવર બ્રિજ પર ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM) દ્વારા 40 મીટર લાંબા ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોરમાં હાથ ધરાયેલ આ કામગીરી માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ થતા પ્રોજેક્ટની ટેક્નિકલ ક્ષમતા અને આયોજનક્ષમતા ફરી એકવાર સામે આવી છે.
જે સ્થળે ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું તે કોરિડોર શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં દરરોજ 100થી વધુ ટ્રેનોની અવરજવર થાય છે, જ્યારે આશરે 70 હજાર જેટલા રોડ વાહનો પસાર થાય છે. ભારે ટ્રાફિક અને સતત રેલવે અવરજવર વચ્ચે કામગીરી પૂર્ણ કરવી એ એન્જિનિયરિંગ માટે પડકારરૂપ માનવામાં આવતું હતું.
પ્રોજેક્ટ ટીમે ફુલ સ્પાન લોન્ચિંગ મેથડનો ઉપયોગ કરીને સુરક્ષા અને સમયબદ્ધતા બંને જાળવી રાખી હતી. આ પદ્ધતિ હેઠળ પૂર્વ તૈયાર ગર્ડરને વિશેષ મશીનરીની મદદથી ચોક્કસ સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે, જેના કારણે કામ ઝડપથી અને ઓછી અવરોધ સાથે પૂર્ણ થાય છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વડોદરામાં વિવિધ સ્થળોએ ઝડપથી કામ આગળ વધી રહ્યું છે.








