Get The App

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો 1 - image

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવકને તેના  બે સાળા અને સાગરીતે હાઇવે પર  બોલાવી માર મારતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.

નવાયાર્ડ રોશનનગરમાં રહેતા મૂળ યુપીના ઇસ્લામ અંસાર અલીએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે પત્ની સાથે બોલાચાલી થતાં તેણે પિયર ચાલી જઇશ તેમ કહી ભાઇઓને બોલાવ્યા હતા.સાંજે તેના ભાઇઓ આવીને લઇ ગયા હતા.

ત્યારબાદ સાંજે મારા સાળા નફીસખાનનો ફોન આવ્યો હતો અને પતિ- પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમે અમારી બહેનને સમજાવી છે,દુમાડ હાઇવે પર સર્વિસ રોડ પર આવીને લઇ જાવ..તેમ કહેતાં હું રિક્ષામાં મારા મિત્રોને લઇ ગયો હતો.તેમને રિક્ષામાં  બેસાડીને હું મારી પત્નીને લેવા ગયો ત્યારે નફીસે મને લાફો માર્યો હતો.જ્યારે,બીજા સાળા મુફીસે પથ્થરથી હુમલો કર્યો હતો,અન્ય એક સાગરીતે પટ્ટાવડે માર માર્યો હતો. જેથી સમા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.