Get The App

સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી 1 - image

Surat Corporation : સુરત મહાનગરપાલિકા શહેરમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓના દાવા કરે છે, પરંતુ પાલિકાની કેટલીક બેદરકારીના કારણે પાલિકાની આરોગ્ય સેવા જોખમી બની રહી છે. પાલિકાની આવી ગંભીર બેદરકારીના કારણે પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં તૂટેલા પગથિયાના કારણે લોકો સારવાર લેવા જાય તો ચોટ મળે તેવો ઘાટ થઈ રહ્યો છે. રમાં સારવાર લેવા આવતા દર્દીઓને સારવાર પહેલાં જ ઈજા થવાનો ભય સતાવી રહ્યો છે. હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વાર પાસેના તૂટેલા, જર્જરિત પગથિયા રિપેર ન થાય તો કોઈ દર્દીને ઈજા થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ખાતે હેલ્થ સેન્ટર આવ્યું છે જેમાં પ્રતિરોજ 200 દર્દીઓ અને તેમની સાથે મુલાકાતીઓ આવી રહ્યા છે. આ હેલ્થ સેન્ટરમાં વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો દર્દીઓ સારવાર માટે અને તેમની સાથે મુલાકાતીઓ આવી રહ્યા છે. પરંતુ પાલિકાની બેદરકારીના કારણે પગથીયા તુટેલા છે અને તેના કારણે દર્દીઓને માથે જોખમ થયું છે. હેલ્થ સેન્ટરના કેટલાક ભાગ તુટી ગયા છે અને કેટલાક ઉખડી ગયા છે. જેના કારણે દર્દીઓ ચઢતા-ઉતરતા લપસી જાય કે પગ અટવાઈ જાય તો ગંભીર અકસ્માત થાય તેવી ભીતી છે. 

સ્થાનિકો-મુલાકાતીઓ ફરિયાદ કરે છે કે, લાંબા સમયથી પગથિયાં તૂટેલી હાલતમાં છે છતાં કોઈ મરામત કરવામાં આવી નથી. અનેક વખત રજૂઆત છતાં જવાબદારોના પેટનું પાણી હલતું નથી. આગામી દિવસમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે આ તુટેલા પગથીયા દર્દીઓ માટે જોખમી બની શકે છે. દર્દીઓ અને સામાજિક આગેવાનોએ માંગ કરી છે કે અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથિયાં તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે જેથી કરીને અકસ્માત અટકી શકે.