Get The App

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો

અગાઉ ૧૭ ગુના તેમજ બે વખત પાસા છતાંય દારૃનો ધંધો ચાલુ રાખ્યો હતો

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો 1 - image

વડોદરા,સરદાર ભુવનના  ખાંચામાં રહેતો બૂટલેગર કારમાં વિદેશી દારૃ લઇને આવતા પીસીબીના હાથે ઝડપાઇ ગયો છે. પોલીસે દારૃની ૩૬૮ બોટલ કિંમત રૃપિયા ૪.૬૭ લાખ, મોબાઇલ ફોન અને કાર મળી કુલ ૧૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, રાવપુરા સરદાર ભુવનના ખાંચામાં રહેતો શાહરૃખ શેખ સફેદ કલરની કારમાં દારૃ ભરીને અટલ બ્રિજ નીચે આંબેડકર સર્કલ પાસેથી  પસાર થનાર છે. જેથી,પી.આઇ. જે.આર. ગામીતની સૂચના મુજબ, સ્ટાફે  વોચ ગોઠવીને દારૃ ભરેલી કાર સાથે આરોપી શાહરૃખ જફરભાઇ શેખ (રહે. મહંમદમંજીલ, સરદાર ભુવનનો ખાંચો,  રાવપુરા રોડ) ને ઝડપી પાડયો છે.આરોપી સામે અગાઉ ૧૭ ગુનાઓ નોંધાયા છે.  જે પૈકી ૧૬  ગુનાઓ પ્રોહિબીશનના છે.  તેમજ બે વખત  પાસામાં જઇ આવ્યો છે.