Gujarat

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં મતદારોને ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા ‘બુક અ કોલ વિથ BLO’ નામની ટેક્નોલોજી આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
AI IMAGE

Book A Call With BLO: સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં 27 ઓક્ટોબર 2025થી શરુ થયેલી આ પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં મતદારોને ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા ‘બુક અ કોલ વિથ BLO’ નામની ટૅક્નોલૉજી આધારિત પહેલ શરુ કરવામાં આવી છે, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવાનો છે. 10 નવેમ્બર 2025 સુધીના આંકડા મુજબ રાજ્યના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ 'ecinet' વેબસાઇટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જેમાંથી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઑફિસર (BLO) દ્વારા માત્ર 48 કલાકના ટૂંકા સમયગાળામાં જ સંપર્ક કરીને તેમની મૂંઝવણોનું નિરાકરણ લાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અન્ય નાગરિકોનો સંપર્ક સાધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન રહે, તેવા ધ્યેય સાથે BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ(એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

જાણો કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO

મતદારો ECINET વેબસાઇટ પર જઈને સરળતાથી BLO સાથે કોલ બુક કરી શકે છે.

સ્ટેપ 1: સૌથી પહેલા ecinet.eci.gov.in વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ 2: હોમ પેજ પર દેખાતા ‘બુક અ કોલ વિથ BLO’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા EPIC નંબર (ચૂંટણીકાર્ડ નંબર) નાખી, OTP મેળવો.

સ્ટેપ 4: ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5: અંતે 'બુક અ કોલ વિથ BLO' બટન પર ક્લિક કરી કન્ફોર્મ કરો.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BLO પોતે મતદારનો સંપર્ક સાધશે. આ ઉપરાંત, મતદારોને આપવામાં આવતા એન્યુમરેશન ફોર્મ પર પણ બુથ લેવલ ઑફિસરનો સંપર્ક નંબર આપવામાં આવે છે. જેના પર સીધો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકાય છે.