Gujarat

વાપીના ભડકમોરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

By GS TEAM
9 Feb 20261 min read
TukuTouch Logo
પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી યુવાનની લાશ કબજે લીધી : મૃતકના શરીર પર હુમલાના નિશાન મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરાઇ

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીના ભડકમોરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

Vapi Police : વાપી-સેલવાસ રોડ પરના ભડકમોરા વિસ્તારમાં રોડ નજીક આજે સોમવારે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસનો કાફલો દોડી ગયા બાદ પંચનામું કરી લાશનો કબજો લઇ મૃતકની ઓળખ કરવા કવાયત આદરી છે. મૃતકના શરીર પર હુમલાના નિશાન મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરાઇ છે.

 પ્રાપ્ત અને ઘટના સ્થળેથી મળતિ વિગત મુજબ વાપી-સેલવાસ રોડ પરના ભડકમોરા વિસ્તારમાં રોડ નજીક લારી પાસે આજે સોમવારે વહેલી સવારે રાહદારીએ અજાણ્યા યુવાનની લાશ જોતા લોકોને જાણ કરતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.

 ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં પોલીસે ઘટના સ્થળે પંચકયાસ કરી લાશનો કબજો લઇ તેની ઓળખ કરવા કવાયત આદરી છે. જો કે યુવાનના શરીરે હુમલાના નિશાન મળી આવતા હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરાઇ છે. પોલીસે પણ આ દિશામાં તપાસ આદરી છે. મુખ્ય અને ભરચક ગણાતા માર્ગ પરથી યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે. મૃતકની ઓળખ થયા બાદ જ મોત અંગે સ્પષ્ટ માહિતિ બહાર આવી શકશે.