વડોદરાઃ નાગરવાડા વિસ્તારની જીવનસાધના સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલા વોટર હાર્વેસ્ટિંગ કુવામાંથી ચાર દિવસ પહેલાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.
નાગરવાડા વિસ્તારમાં જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડ પાછળ આવેલા કુવામાંથી દુર્ગંધ આવતી હોવાથી કોઇનું ધ્યાન ગયું હતું.જેથી આ બાબતે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના જવાનો બીએ સેટ પહેરીને કુવામાં ઉતર્યા હતા અને આશરે ૪૦ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા યુવકનો ડિકંપોઝ થયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. કારેલીબાગના પીઆઇ એનએમ ચૌધરીએ કહ્યું હતું કે,મૃતકનું નામ પ્રદીપ દયાલભાઇ પરમાર(કાઠિયાવાડી ચાલી,નવીધરતી) હોવાનું ખૂલ્યું છે.
ગઇતા.૬ઠ્ઠીએ તે કોઇને કહ્યા વગર ઘરમાંથી નીકળી જતાં શોધખોળ કરાઇ હતી.આજે તેનો કુવામાંથી મૃતદેહ મળી આવતાં ત્યાં કેવી રીતે પહોંચ્યો અને બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.તો બીજીતરફ ખુલ્લો કુવો વિદ્યાર્થીઓ માટે પણ જોખમી હોવાથી તેમની સુરક્ષા સામે લોકો સવાલ કરી રહ્યાછે.


