Gujarat

અન્ય દર્દી માટે મગાવેલું બ્લડ ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું

By GS TEAM
1 May 20262 mins read
અન્ય દર્દી માટે મગાવેલું બ્લડ ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું

 વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં અન્ય દર્દી માટે મંગાવેલું બ્લડ અન્ય દર્દીને ચઢાવી દેવાતા દર્દીની તબિયત લથડી હતી. ફરજ પર હાજર સ્ટાફને તરત જ જાણ થતા તેમણે બ્લડનો બોટલ બંધ કરી દઇ મહિલા દર્દીને આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવી  હતી.  દર્દીની હાલત સારી  છે. 

મળતી માહિતી મુજબ,ચાર દિવસ પહેલા આણંદના એક ગામની ટી.બી.ની મહિલા દર્દી સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઇ હતી. દર્દીને બ્લડની જરૃર  હોઇ સ્ટાફે દર્દીના સગાને લોહી લેવા મોકલ્યા હતા. દર્દીના સગા લોહી લઇને પરત આવે તે  પહેલા આ વોર્ડમાં દાખલ અન્ય દર્દી માટે મગાવેલુ બ્લડ આવી જતા નર્સે વેરિફાઇ કર્યા વિના જ તે બ્લડ આ મહિલા દર્દીને ચઢાવી દીધું હતું. થોડીવારમાં જ મહિલાની તબિયત બગડી  હતી.તેને શ્વાસ  લેવામાં તકલીફ શરૃ થઇ હતી, બ્લડ પ્રેશર એકદમ  હાઇ થઇ  ગયું હતું. જેથી, દર્દીના સગાએ  ત્યાં હાજર સ્ટાફનું ધ્યાન દોર્યુ હતું. સ્ટાફે જઇને જોયું તો અન્ય દર્દી માટે મગાવેલું બ્લડ ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું હતું. તરત જ બોટલ બંધ કરી દર્દીને આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવી હતી. હાલમાં દર્દીની હાલત સ્ટેબલ છે.આવી ગંભીર ભૂલ કરનાર નર્સ સામે પગલા લેવા માટે આવતીકાલે કમિટી બોલાવી તેને શું સજા કરવી તે નક્કી કરવામાં આવશે.દર્દીના સગાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, આવી ગંભીર બેદરકારી ફરી ના થાય અને કોઇનો જીવ જોખમમાં ના મૂકાય તે માટે નર્સને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.