નર્મદામાં ખેડૂતોના સમર્થનમાં ભાજપના સંગઠનના ઉપપ્રમુખનું રાજીનામું, કારણો સાથે દર્શાવી નારાજગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News: નર્મદા જિલ્લાના ભાજપના સંગઠન ઉપપ્રમુખે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પાર્ટીથી નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધર્યું છે. નર્મદામાં જંગલ-જમીન મુદ્દે ખેડૂતોના સમર્થનમાં લીલાબહેન વસાવાએ લેખિતમાં અને વીડિયો જાહેર કરીને ભાજપના સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જિલ્લા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે.
નર્મદામાં ખેડૂતોના સમર્થનમાં ભાજપના સંગઠનના ઉપપ્રમુખનું રાજીનામું
લીલાબહેન વસાવાએ જણાવ્યું હતું કે, 'સાગબારા તાલુકામાં ખેડૂતો વર્ષોથી જંગલ વિસ્તારની જમીન પર ખેતી કરે છે. જેમાં વર્ષ 2002થી ખેડૂતો પાસે તેનો કબજો છે, પરંતુ વર્ષ 2025થી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતી કરતાં રોકવામાં આવે છે. આમ, સમગ્ર મામલે ખેડૂતોને ન્યાય મળે તે માટે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી.'
લીલાબહેન વસાવાએ શું કહ્યું?
ખેડૂતોના હિત માટે જંગલ વિસ્તારની જમીન ખાતે ગયો હોવાની વાત કહેતા લીલાબહેને કહ્યું કે, 'ગત 6 જુલાઈએ અમે જંગલ વિસ્તારોમાં ખેડૂતોની સાથે ગયા હતા. આ બાબતે ફોરેસ્ટ વિભાગની ટીમ જાણ થતાં SRP પોલીસ અને ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખેડૂતોને ઘેરી લીધા હતા. જેમાં ફોરેસ્ટની ટીમ ખેડૂતોના હળ, બળદ બાંધી દેતાં, ખેડૂતો ધરણાં પર બેઠા અને કહ્યું કે, 'અમારી જમીન છે અમને ખેડવા દો…' એટલાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો દોડી આવીને ખેડૂતો પર હુમલો કરી દીધો હતો. જંગલ ખાતાના કર્મચારીઓ હુમલો કર્યો તેમ છતાં ખેડૂતો પર આક્ષેપ મૂક્યા. '

ખેડૂતોના પ્રશ્નોને લઈને લીલાબહેને નર્મદા જિલ્લા ભાજપના પ્રેસિડેન્ટને અનેક ફોન કર્યા હતા. પરંતુ પ્રેસિડેન્ટે ફોન ન ઉઠાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પછી લીલાબહેને સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી. જો કે, જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા ન આપતા અને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા પાર્ટીથી નારાજગી વ્યક્ત કરતાં લીલાબહેન વસાવાએ ભાજપના સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.









