Get The App

'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત 1 - image


Mansukh Vasava Big Announcement: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવો મળી રહ્યો છે. આ દરમિયાન ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, 'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું...'

હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું: મનસુખ વસાવા

આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે, 'ભાજપે મને ધારાસભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી બનાવ્યો છે. પક્ષે મને ઘણું બધું આપ્યું છે, હવે આગામી 8મી ટર્મ હું ચૂંટણી નહીં લડું અને હવે પક્ષ પણ સક્ષમ ઉમેદવાર શોધે તે જરૂરી છે. ભરૂચ લોકસભા સામાન્ય બેઠક હોવા છતાં આદિવાસી નેતા તરીકે મને 7-7 વાર ટિકિટ આપી. હવે પાર્ટી નવા યુવાનોને તક આપે. આમ, મારા પછી પાર્ટી યુવા કાર્યકરોને તૈયાર કરે...'

ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવા 1995માં ભાજપની પ્રથમ રાજ્ય સરકારમાં મંત્રી અને 2014માં પ્રથમ મોદી સરકારમાં કેન્દ્રીય આદિજાતિ જાતિ કલ્યાણ રાજ્યમંત્રી રહી ચુક્યા છે. મનસુખ વસાવા વર્ષ 1998થી ભરૂચ લોકસભા બેઠકમાં 7 ટર્મથી સાંસદ રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની તૈયારી?

મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી 

1995 - રાજપીપલા બેઠકથી ધારાસભ્ય 

1995 - રાજ્ય સરકારમાં નાયબ મંત્રી 

1998- 12મી લોકસભામાં સભ્ય (પેટાચૂંટણી)(પ્રથમ ટર્મ)

1999-  13મી લોકસભામાં સભ્ય (બીજી ટર્મ) 

 2004 - 14મી લોકસભામાં સભ્ય (ત્રીજી ટર્મ)

2009 - 15મી લોકસભામાં સભ્ય (ચોથી ટર્મ)

2014 - 16મી લોકસભામાં સભ્ય (પાંચમી ટર્મ)

27 મેં 2014 થી 5 જુલાઈ 2016  કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી

2019 - 17મી લોકસભામાં સભ્ય (છઠ્ઠી ટર્મ)

2024 - 18મી લોકસભામાં સભ્ય (સાતમી ટર્મ)