Gujarat

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા

By GS TEAM
28 Apr 20261 min read
TukuTouch Logo
ભાજપના ત્રણ ઉમેદવારોનો વિજય, કોંગ્રેસના ત્રણ ઉમેદવાર પરાજિત

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર :  આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 15 રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. હરણી બોટ કાંડના મુદ્દે લડત ચલાવતા અને ત્યારબાદ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ કાઉન્સિલર આશિષ જોશીએ કોંગ્રેસમાં જોડાઈ ચૂંટણી લડી હતી. પરિણામ જાહેર થતા આશિષ જોશીએ 18,684 મત સાથે સૌથી મોટી લીડ મેળવી વિજય નોંધાવ્યો છે. 

આ વોર્ડમાં કોંગ્રેસે મજબૂત લડત આપી હોવા છતાં ત્રણ ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નીલમ નિગમ (શ્રીવાસ્તવ)ને 15,202 મત, હિતેશકુમાર માછીને 12,891 મત અને પારુલબેન પટેલને 14,152 મત મળ્યા હતા. છતાં તેઓ જીત હાંસલ કરી શક્યા નહોતા, પરંતુ ભાજપને ટક્કર આપતા મત મળ્યા છે.

બીજી તરફ ભાજપે પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ભાજપના અજય રબારીને 17,716 મત, જ્યોતિબેન પંડ્યાને 17,837 મત અને નયનાબેન શાહને 17,651 મત મળતા તેઓ વિજેતા બન્યા છે. જોકે ભાજપના વૃષભ કામદારને 17,570 મત મળ્યા હોવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

એક તરફ ભાજપ સામે મેદાને પડેલા કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીની જોરદાર જીત, તો બીજી તરફ બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.