Get The App

સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત

નોકરીના પહેલા જ દિવસે અકસ્માત ઃ ટેમ્પા ચાલક સામે કાર્યવાહી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત 1 - image

વડોદરા, સેવાસી ગામ નજીક ટેમ્પો ડ્રાઇવરે બાઇકચાલકને અડફેટે લેતા તેનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું.

છોટાઉદેપુર  જિલ્લાના સંખેડા તાલુકાના બીલીયા ગામે રહેતા ૨૫ વર્ષના સુરેશ લવઘણભાઇ તડવીને સેવાસી ગામે એક બંગલામાં કામ મળ્યું હતું. આજે નોકરીનો પહેલો જ દિવસ હતો. તે બાઇક લઇને નોકરી પર જતો હતો. સેવાસી ગામે મહાપુરા ગામ તરફ જવાના કટવાળા રોડ પર સામેથી આવતા એક ટેમ્પો ચાલકે તેેને ટક્કર મારતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ડ્રાઇવરને ઝડપી પાડયો છે.