Gujarat
સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત
By GS TEAM
16 Dec 20251 min read

વડોદરા,દશરથ ગામ હાઇવે નજીક સર્વિસ રોડ પરના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
શહેર નજીકના સાંકરદા ગામ માઢ ફળિયામાં રહેતો ૨૦ વર્ષનો ચિરાગકુમાર મનોજભાઇ જાદવ રણોલીની એક કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રે ચિરાગ બાઇક લઇને કરોડિયા ગામમાં રહેતા ફોઇના ઘરે ગયો હતો. સવારે આઠ વાગ્યે ચિરાગ નોકરી જવા માટે ત્યાંથી નીકળ્યો હતો. ચિરાગ તેની બાઇક લઇને કરોડિયાથી રણોલી જતો હતો. દશરથ જી.એસ.એફ.સી. રોડથી દશરથ ગામ તરફ જવાના સર્વિસ રોડ પરથી તે જતો હતો. તે દરમિયાન સર્વિસ રોડના વીજ થાંભલા સાથે તે અથડાતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









