Get The App

કચ્છના ભુજ તાલુકામાં ગમખ્વાર અકસ્માત, બે બાઈકો સામ-સામે ટકરાઈ, ત્રણ લોકોના મોત

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
Accident


Accident Incident In Bhuj: ભુજ તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભુજમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર, ત્રણના મોત

મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના ધ્રગ ગામે લોકમેળો હોવાથી ધ્રગ-લોડાઈ રોડ પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. તેવામાં રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. 

આ પણ વાંચો: કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી

અકસ્માતને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.