Gujarat

ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરો માટે મોટા સમાચાર: પોલીસ ભરતીમાં સીધી એન્ટ્રી મળશે, લેખિત પરીક્ષા વગર 20% અનામતની જોગવાઈ

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જાહેરાત કરી કે, હવે અગ્નિવીરોને પોલીસ વિભાગની હથિયારી PSI, કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ, જેલર અને જેલ સિપાહી જેવી ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીમાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે. તેમને 20% અનામત અને વયમર્યાદામાં પણ છૂટ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરો માટે મોટા સમાચાર: પોલીસ ભરતીમાં સીધી એન્ટ્રી મળશે, લેખિત પરીક્ષા વગર 20% અનામતની જોગવાઈ

Gujarat Police Recruitment Ex Agniveers Quota: ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગમાં ભરતી માટે રાજ્ય સરકારે વધુ એક મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે. ગૃહ વિભાગ દ્વારા 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા સુધારા નિયમો મુજબ, આ જોગવાઈથી અગ્નિવીરો માટે પોલીસ વિભાગમાં નોકરી મેળવવાનો માર્ગ વધુ સરળ બનશે.

પૂર્વ અગ્નિવીરોને કયા પદો પર મળશે નોકરી?

હથિયારી PSI

હથિયારી કોન્સ્ટેબલ

SRPF કોન્સ્ટેબલ

જેલર

જેલ સિપાહી

મહત્વની જોગવાઈઓ અને છૂટછાટ

લેખિત પરીક્ષામાંથી મુક્તિ: અગ્નિવીરોએ હવે પોલીસ ભરતી માટે લેખિત પરીક્ષા આપવી પડશે નહીં.

શારીરિક કસોટીમાંથી મુક્તિ: અગાઉથી જ શારીરિક સક્ષમતા ધરાવતા હોવાથી તેમને શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે (જુલાઈથી અમલી).

અનામત: પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

વયમર્યાદામાં છૂટ: પ્રથમ બેચના અગ્નિવીરોને વયમર્યાદામાં 5 વર્ષની વિશેષ છૂટ આપવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સેનામાં સેવા આપી ચૂકેલા યુવાનોને ગુજરાત પોલીસમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળશે.