Gujarat

અભલોડ ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

By GS Team
22 Dec 20181 min read
This article was originally published on 22 Dec 2018
અભલોડ ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

દાહોદ ,તા.22 ,ડિસેમ્બર, 2018, શનિવાર

ગરબાડા તાલુકાના અભલોડ ગામે એક મોટરસાઈકલના ચાલકને કોઈ અજાણ્યા વાહનની ટક્કરે અથવા પોતાની મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતા માર્ગ અકસ્માતમાં પટકાયેલા બાઇક ચાલકનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતા સાગરભાઈ રમણભાઈ પરમાર ગત તા.૧૯.૧૨.૨૦૧૮ ના રોજ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી પસાર થઈ રહ્યા હતા .

તે સમયે શંકાના આધારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અથવા પોતાની મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં સાગરભાઈ રમણભાઈ પરમાર જમીન પર ફંગોળાતા તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર  ઈજા થતા તેમનું મોત નીપજ્યુ હતુ.

આ સંબંધે દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતા રમણભાઈ રાયજીભાઈ પરમારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.