Gujarat

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
મહેસાણા જિલ્લાના કડી શહેરના ભવપુરા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં દીવાલના કાટમાળ નીચે 7 શ્રમિકો દટાયા હતા. એકનું કમનસીબે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર

Kadi Wall Collapse: મહેસાણા જિલ્લાના કડી શહેરના ભવપુરા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં દીવાલના કાટમાળ નીચે 7 શ્રમિકો દટાયા હતા. એકનું કમનસીબે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

એક શ્રમિકનું મોત, 2ની હાલત ગંભીર

મળતી માહિતી અનુસાર, બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને કાટમાળ નીચે દબાયેલા તમામ 7 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ ઘાયલોની સારવાર શરૂ કરી હતી, પરંતુ કમનસીબે 7 મજૂરો પૈકી એક શ્રમિકને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મૃતક મજૂરની ઓળખ કડીના લક્ષ્મીપુરામાં રહેતા ઠાકોર જગદીશજી અભુજી (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ છે. જ્યારે રમેશ પ્રજાપતિ, વિપુલ પ્રજાપતિ, સુરેશ ઠાકોર, શૈલેષભાઈ ઠાકોર, ચમનભાઈ ઠાકોર અને વિજયજી ઠાકોરની સારવાર ચાલી રહી છે, જેમાંથી બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના મજૂરોને પણ ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, 'ગાંધીનગરથી બોલું છું..' કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી નાખે

કડી પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દુર્ઘટના કયા સંજોગોમાં થઈ તેની તપાસ શરૂ કરી છે. મૃતક મજૂરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.