ઇન્સ્ટિટયૂટ
ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઇનલ મે-૨૬નું પરિણામ જાહેર
ગૃપ-૧માં
કુલ ૫૨ પૈકી ૪ વિદ્યાર્થી પાસ અને ગૃપ-બીમાં ૨૭ પૈકી ૮ છાત્રો પાસ થયા હતાં
ભાવનગર
- તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સી.એ.
ફાઇનલ મે-૨૦૨૬ની પરીક્ષાના પરિણામમાં ભાવનગરના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી અને એ
ગૃપમાં ૫૨ પૈકી ૪ અને બી ગૃપમાં ૨૭ પૈકી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.
ઇન્સ્ટિટયૂટ
ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૧૮-૬-૨૦૨૬ના રોજ જાહેર કરવામાં
આવેલ સી.એ. ફઆઇનલ મે-૨૦૨૬ પરીક્ષાના પરિણામમાં ભાવનગર શહેરના વિદ્યાર્થીઓએ
નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પરીક્ષામાં ભાવનગર શહેરમાંથી કુલ ૪૧
વિદ્યાર્થીઓએ બંને ગુ્રપ માટે પરીક્ષા આપી હતી, જેમાંથી ૧ વિદ્યાર્થીએ બંને ગુ્રપ પાસ
કરીને સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ગુ્રપ-૧માં ૨ વિદ્યાર્થીઓ અને ગુ્રપ-૨માં ૩
વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગુ્રપ-૧ માટે કુલ ૫૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં,
જેમાંથી ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે
ગુ્રપ-૨ માટે કુલ ૨૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં જેમાંથી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા
છે. આ પરિણામ સાથે ભાવનગર શહેરને કુલ ૧૦ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (સી.એ.) મળ્યા
છે, જે ભાવનગરના સી.એ. વ્યવસાય ક્ષેત્ર માટે ગૌરવની બાબત
હોવાનું ચેરમેન સંજય જાનીએ જણાવ્યું હતું.


