Gujarat

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા

By GS TEAM
21 Jun 20261 min read
ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઇનલ મે-૨૬નું પરિણામ જાહેર

ગૃપ-૧માં કુલ ૫૨ પૈકી ૪ વિદ્યાર્થી પાસ અને ગૃપ-બીમાં ૨૭ પૈકી ૮ છાત્રો પાસ થયા હતાં

ભાવનગર -  તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સી.એ. ફાઇનલ મે-૨૦૨૬ની પરીક્ષાના પરિણામમાં ભાવનગરના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી અને એ ગૃપમાં ૫૨ પૈકી ૪ અને બી ગૃપમાં ૨૭ પૈકી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૧૮-૬-૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ સી.એ. ફઆઇનલ મે-૨૦૨૬ પરીક્ષાના પરિણામમાં ભાવનગર શહેરના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પરીક્ષામાં ભાવનગર શહેરમાંથી કુલ ૪૧ વિદ્યાર્થીઓએ બંને ગુ્રપ માટે પરીક્ષા આપી હતી, જેમાંથી ૧ વિદ્યાર્થીએ બંને ગુ્રપ પાસ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ગુ્રપ-૧માં ૨ વિદ્યાર્થીઓ અને ગુ્રપ-૨માં ૩ વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગુ્રપ-૧ માટે કુલ ૫૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં, જેમાંથી ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ગુ્રપ-૨ માટે કુલ ૨૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં જેમાંથી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામ સાથે ભાવનગર શહેરને કુલ ૧૦ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (સી.એ.) મળ્યા છે, જે ભાવનગરના સી.એ. વ્યવસાય ક્ષેત્ર માટે ગૌરવની બાબત હોવાનું ચેરમેન સંજય જાનીએ જણાવ્યું હતું.