Gujarat

જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને ઇજા

By GS TEAM
30 Apr 20261 min read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં યોજાયેલા ઉર્ષના મેળામાંથી પરત આવતી વખતે અને આમરણના મેળામાં જતી વખતે રસ્તામાં નડ્યો અકસ્માત

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના જોડીયામાં જામદુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માત : એકનું મોત, એકને ઇજા

Jamnagar Accident : જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ધ્રોલ–જોડીયા હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હા મુજબ તા.29/04/2026ના રોજ સવારના અંદાજે 9:00 વાગ્યે જામદુધઈ ગામથી આગળ સનસાઇન સ્કૂલ સામે આ અકસ્માત બન્યો હતો.

ફરીયાદી અબ્દુલજબ્બાર અબ્દુલમજીદ મન્સુરી (ઉ.વ.22, રહે. ઉત્તરપ્રદેશ) દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, તેમના મોટા ભાઈ અબ્દુલગફાર અબ્દુલમજીદ મન્સુરી (ઉ.વ.35) બોલેરો પીકઅપ (રજી. નં.યૂ. પી. 43 સી.ટી. 2892) ચલાવી દેવભૂમિ દ્વારકાના વરવાળાથી મોરબી જિલ્લાના આમરણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જતો ટ્રક (રજી. નં. જી.જે. 12 બી.ડબ્લ્યુ 6933)ના ચાલક ધર્મેન્દ્રકુમાર રમજીત પાલે અચાનક બેદરકારીપૂર્વક બ્રેક મારતા પાછળથી આવતી બોલેરો પીકઅપ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી.

 આ અકસ્માતમાં રામસેવક સોનકરને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે અબ્દુલગફાર મન્સુરીને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળામાં યોજાયેલા ઉર્ષના મેળામાંથી પરત આવતી વખતે અને આમરણના મેળામાં જતી વખતે રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.

 આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 106(1), 125(એ), 281 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.