Get The App

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડાયા

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડાયા 1 - image

Bee Attack In Lathi: અમરેલીના ઝેરી મધમાખીના આતંકની ઘટના સામે આવી છે. જેમાં લાઠીના ઝરખીયા ગામ ખાતે પાદરમાં બેઠેલા 5 થી 6 વ્યક્તિઓ પર મધમાખીઓએ અચાનક હુમલો કર્યો હતો. મધમાખીના હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી

અમરેલીમાં લાઠીના ઝરખીયા ગામે ઝેરી મધમાખી 5-6 વ્યક્તિને કરડી હતી. મધમાખીના હુમલાથી ઈજાગ્રસ્તોને લાઠી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા અમરેલી રીફર કરાયા હતા.

આ પણ વાંચો: મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો

મધમાખીના ડંખથી ઈજાગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી મધમાખીના હુમલાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.