Get The App

અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૃ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.15 વધાર્યા

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
અમૂલને પગલે બરોડા ડેરીએ પણ દૂધમાં લીટરે રૃ.2નો વધારો ઝીંક્યો,દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.15 વધાર્યા 1 - image

વડોદરાઃ અમૂલે દૂધના ભાવમાં લીટરે રૃ.૨નો ભાવવધારો જાહેર કરતાં વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(બરોડા ડેરી) દ્વારા પણ આવતીકાલે તા.૧૪મીથી લીટરે રૃ.૨નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે, દૂધના ભાવવધારાની સાથે પશુઆહારની ચીજો,મજૂરી અને દૂધ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને અનુલક્ષીને એમડી દ્વારા દૂધ ઉત્પાદકોને પણ કિલોફેટે રૃ.૧૫નો ભાવ વધારો આપવાની જાહેરાત કરાઇ છે.

અમૂલ દૂધના આવતીકાલથી અમલમાં આવનારા જુદાજુદા પાઉચના ભાવ નીચે મુજબ છે.

દૂધનો પ્રકાર          જૂનોભાવ નવો ભાવ

અમૂલ ગોલ્ડ(પ૦૦મિલી)   ૩૪             ૩૫

અમુલ ગોલ્ડ ૬લીટર ૪૦૮ ૪૨૦

અમૂલ શક્તિ(પ૦૦મિલી)         ૩૧          ૩૨

અમૂલ શક્તિ ૬ લીટર         ૩૭૨ ૩૮૪

અમૂલ ગાય(૫૦૦મિલી)            ૨૯ ૩૦

અમૂલ ગાય(૨૦૦મિલી)           ૧૧   ૧૨

''તાઝા(૧૬૦ને બદલે૧૫૦મિલી)૧૦         ૧૦

અમૂલ તાઝા(૫૦૦મિલી)          ૨૮        ૨૯

અમૂલ તાઝા(૬ લીટર) ૩૩૬ ૩૪૮

અમૂલ સ્લીમ-ટ્રીમ(૫૦૦મિલી) ૨૫ ૨૬