Gujarat

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ!

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો. રાજ્યભરના તમામ 282 બાર એસોસિએશનની ચૂંટણી આજે શુક્રવારે ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ. વહેલી સવારથી જ હાઈકોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને કારણે ખાસ બની રહી છે, કારણ કે પ્રથમ વખત વકીલ મંડળોમાં મહિલા અનામત પ્રથા અમલી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ!

Bar Association Elections In Gujarat: ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો. રાજ્યભરના તમામ 282 બાર એસોસિએશનની ચૂંટણી આજે શુક્રવારે ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે યોજાઈ. વહેલી સવારથી જ હાઈકોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને કારણે ખાસ બની રહી છે, કારણ કે પ્રથમ વખત વકીલ મંડળોમાં મહિલા અનામત પ્રથા અમલી બની છે.

1.25 લાખ વકીલોએ કર્યું મતદાન: મોડી રાત્રે પરિણામ

રાજ્યભરના નાના-મોટા તમામ મંડળો મળીને અંદાજે 1.25 લાખ વકીલોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલેલા આ મતદાનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યો જેવા પદો માટે ઉમેદવારો વચ્ચે 'કાંટે કી ટક્કર' જોવા મળી રહી છે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે, જેના પરિણામો મોડી રાત સુધીમાં જાહેર થશે.

ચૂંટણીના આકર્ષણના કેન્દ્રો

ગુજરાત હાઈકોર્ટ બાર: અહીં 2900થી વધુ વકીલોએ મતદાન કર્યું. વિવિધ હોદ્દાઓ માટે 80થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે અહીં કોઈ સામાન્ય ચૂંટણી જેવો જ માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર: ગુજરાતના સૌથી મોટા આ બારમાં 9 હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. અહીં 14 બેઠકો માટે 49 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.

જિલ્લા-તાલુકા મથકો: અમદાવાદની મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ સવારથી વકીલોની ભારે ભીડ જોવા મળી હતી.

ઐતિહાસિક પળ: મહિલાઓ માટે અનામત


આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા મહિલા અનામત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર દરેક વકીલ મંડળમાં ખજાનચીની પોસ્ટ મહિલા વકીલ માટે અનામત રાખવામાં આવી છે. સાથે જ કારોબારી સમિતિ (Executive Committee) માં 30% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાને કારણે મહિલા વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ન્યાયિક પ્રક્રિયાના વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે, AMCને 500 કરોડની આવક થવાની સંભાવના

પરિણામો પર નજર

સાંજે મતદાન પૂર્ણ થતા જ દરેક બાર એસોસિએશનમાં વિજયી ઉમેદવારોના સમર્થકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રમુખ અને સેક્રેટરી જેવા પદો પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. મોડી રાત સુધીમાં ગુજરાતના ન્યાયિક જગતના નવા માંધાતાઓના નામો સ્પષ્ટ થઈ જશે.