Get The App

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા 1 - image

'અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં'

ભાજપ જૂના જોગીઓને ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારીઃ સ્થાનિક લોકોએ નિષ્ક્રીય નેતાઓ સામે રોષ દર્શાવી બેનર લગાવ્યા

મોરબી: મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મોરબીના વોર્ડ નં.૬માં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગતા ચર્ચા જાગી છે.

મોરબીના વોર્ડ નં.૬ વિસ્તારમાં ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો જોવા મળ્યા છે. જેમાં લખ્યું છે કે વોર્ડ નં.૬માં  ભાજપના નેતા કે આગેવાનોએ અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રસાર કરવા આવવું નહીં. જેની તમારી નજરમાં કિંમત નથી, એવો અમારો કિંમતી અને પવિત્ર મત માંગવા આવવું નહીં. બેનર નીચે લી. વિસ્તારના જાગૃત રહેવાસીઓ લખવામાં આવ્યું છે. આમ મોરબી મહાનગરપાલિકામાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે મતદારો પણ વિરોધ કરી રહ્યા છે અને ભાજપ નેતાઓ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે ચુંટણીમાં ભાજપ માટે કેવા કપરા ચઢાણ જોવા મળે છે તે આવનારો સમય જ બતાવશે.