Get The App

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે

એકથી વધુ લોન લેનાર માટે રિઝર્વ બેન્કનો નવો નિયમો જાહેર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૭મી એપ્રિલે નોન પરફોર્મિંગ એસેટ્સ અંગે નવા નિયમોની જાહેરાત કરી આકરાં પગલાં લીધા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૭મી એપ્રેલિ પરિપત્ર બહાર પાડીને પૈસા હોવા છતાં લોનની રકમ ન ચૂકવનારાને છ જ માસમાં વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરી દેવાના રહેશે. તેમાંય ખાસ કરીને લોન લેનારે એકથી વધુ જગ્યાએથી લોન લીધી હશે અને એક લોનમાં તે ડિફોલ્ટર બનશે તો તેને દરેક લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે. એક એકાઉન્ટમાં ડિફોલ્ટર બનનારને તમામ બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દેવામાં આવશે. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવી જોગવાઈ લાગુ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. 

ધિરાણ આપવાના બિઝનેસમાં નુકસાની આવવી સહજ છે. આ સિસ્ટમમાં એનપીએની રકમને નફામાંથી જોગવાઈ કરી દેવામાં આવે છે. હવે એક્સપેક્ટેડ ક્રેડિટ લૉસની સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે. તેને માટે બેન્કોએ સંભવિત નુકસાન માટે અગાઉથી જોગવાઈ કરવાની આવશે. બીજા શબ્દોમાં કહીએ તો લોન આપવામાં આવે તે તબક્કાથી જ કેટલીક રકમ એનપીએ-નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે ફસાયેલી મૂડીમાં રૃપાંતરિત થઈ જશે તેમ માનીને કેટલીક રકમની જોગવાઈ કરી ેેદેવાની રહેશે. ઇફેક્ટિવ ક્રેડિટ લૉસની મોડેલને કારમે બેન્કોએ સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે પમ જોગવાઈ કરીને રાખવાની રહેશે. બેન્કોએ વધુ રકમની જોગવાઈ કરવી પડશે. તેને પરિણામે બેન્કની નફાકારકતા પર અવળી અસર પડશે. ટૂંકા ગાળા માટે બેન્કનો નફો ઘટી શકે છે. એનપીએની ઓટોમેટિક જાહેર થઈ જાય તેવી વ્યવસ્તા કરવાથી સ્ટાન્ડર્ડ એસેટ્સની જોગવાઈ ્નં વાત કરતાં યુવા ત્રકારે જણાવ્યુ હતું કે બેન્કોએ અગાઉની તુલનાએ વધુ રકમની જોગવાઈ કરવી પડશે. બીજું એનપીએ થનારી લોનને વધુ સમય સુધી છુપાવી શકાશે નહિ. 

બેન્કની અસ્ક્યામતોનું વર્ગીકરણ તેે આપવા પાછળના જોખમને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. વર્ગીકરણની ત્રણ કેટેગરીમાંથી પહેલી કેટેગરીમાં જે લોન ઓછામાં ઓછી જોખમી હશે તેનો સમાવેશ કરવામાં આવશે. તેમાં બાર મહિના જેટલું નુકસાન થવાની સંભાવના રાખવામાં આવે છે. વર્ગીકરણના બીજા વર્ગમાં આપેલા ધિરાણ સામે વધુ જોખમ હોવાનું જણાશે. ત્રીજા વર્ગમાં એનપીએના વર્તમાન ધોરણ મુજબ લોનની રકમ ફસાઈ જાય છે. 

જોકે એનપીેએ જાહેર કરવાનો ૯૦ દિવસનો નિયમ યથાવત જાળવી રાખવામાં આવેલો છે. લોનના હપ્તા ૯૦ દિવસ ન આવે ત્યારબાદ તે રકમને એનપીએ-ફસાયેલી મૂડી ગણવામાં આવે છે. એનપીએને ઓળખી કાઢવા માટે ઓટોમેટેડ સિસ્ટમ તમામ કોમર્શિયલ બેન્કોએ દાખલ કરવી પડશે. તેમાં માનવની દખલને સાવ જ અટકાવી દેવાની રહેશે. કારણ કે કેટલાક અધિકારીઓને સાચવી લઈને મોટી રકમની લોન લેનરાઓ લોનના નાણાં પરત જમા કરાવવામાં નિયમિત રહેતા નથી. 

ઇફેક્ટિવ ક્રેડિટ લૉસની ગણતરી કરવા માટે બેન્કોએ કરારમાં નક્કી કરવામ આવલા વ્યાજ દરને બદલે બેન્કોએ ઇફેક્ટિવ ઇન્ટરેસ્ટ રેટને ગણતરીમાં લેવાનો રહેશે. ભારતની જાહેર ક્ષેત્રની તમામ બેન્કે વૈશ્વિક ધોરણોની સમાંતરે આવી જાય તે માટે પ્રસ્તુત પગું લેવામાં આવ્યુ છે.